Sunday, 20 September 2020

ખબર જ ન હતી

ખબર જ ન હતી

પાંજરે પુરેલા પોપટ ને જોઈ મલકાતો આ જીવ,
આમ અચાનક જ ઘરમાં પુરાઈ જશે એ ખબર જ ન હતી.

રોજ થતી આપણી આ મુલાકાતો એક દીવસ,
આમ અચાનક જ બંધ થઈ જશે એ ખબર જ ન હતી.

ધુમાડો ઓકી રેસમાં ઉતરતા વાહનોનાં આ પૈંડા,
આમ અચાનક જ થંભી જશે એ ખબર જ ન હતી.

માનવ કોલાહલો માં દબાયેલ પક્ષીઓ નું આ કલરવ,
વાતાવરણ માં આમ અચાનક જ ગુંજતું થઈ જશે એ ખબર જ ન હતી.

બરફના ઠંડા ગોળા ખાવાની આ સીઝનમાં,
આમ અચાનક જ ઉકાળા ગરમ પીવાં પડશે એ ખબર જ ન હતી.

પુસ્તક મેળા માથી ભેગાં કરેલ, વણ વંચાયેલ પુસ્તકો નો આ ખડકલો,
આમ અચાનક જ વંચાય જશે એ ખબર જ ન હતી.


કલાકો સુધી મને પોતાનો કરી લેતો આ મોબાઇલ પડી જવાથી,
આમ અચાનક જ સાથ મારો છોડી દેશે તે ખબર જ ન હતી.


એક એક દીવસ ગણી ને પસાર કરાતું આ લોક ડાઉન,
આમ અચાનક જ લંબાતું જશે એ ખબર જ ન હતી.
- સુધીર જે. ભાયાણી (30/04/2020)

No comments:

Post a Comment