[ધોરણ 10 ની પરીક્ષા આપ્યા પછી ધોરણ-11ના એડમિશન વખતે સાયન્સ માં એડમિશન લેવું કે કોમર્સ માં ? એ સવાલ મુખ્યત્વે બાળકને અને તેના વાલીઓને મૂંઝવતો હોય છે. મોટેભાગે વાલીઓ કોમર્સમાં ઉપલબ્ધ વિપુલ તકો વિશે જાણતા હોતા નથી અને તેમના બાળકોને ડોક્ટર એન્જિનિયર તરીકે જોવા ઈચ્છતા હોય છે, ત્યારે બાળકની રુચિ એ ક્ષેત્રમાં ન હોય તો વાલી અને બાળક વચ્ચે મતભેદ સર્જાય છે અને વાલીઓના હઠાગ્રહથી ઘણીવાર ભયંકર પરિણામ ભોગવવું પડતું હોય છે. આવું ન થાય એ માટે પ્રસ્તુત નાટકમાં લેખકે કોમર્સ ક્ષેત્રમાં રહેલી વિપુલ તકો નું નિરૂપણ કર્યું છે અને પપ્પાના પાત્ર દ્વારા લેખકે બાળકને જે ક્ષેત્રમાં રસ હોય એ ક્ષેત્રમાં જ આગળ વધવા દેવાનો નિર્દેશ કર્યો છે કેમકે જે વિષયમાં આપણને રસ હોય તે વિષય હંમેશા સહેલો લાગે છે અને જે વિષયમાં રસ ન હોય એ વિષય હંમેશા અઘરો લાગતો હોય છે.]
પાત્રો : પપ્પા , મમ્મી ,દીકરી, દીકરો.
દ્રશ્ય : ૧
(ડ્રોઇંગરૂમમાં મમ્મી, દીકરી અને તેનો નાનો ભાઈ બેઠા છે, અને દીકરી ની કારકિર્દી વિશે ચર્ચા કરી રહ્યા છે.)
મમ્મી : દીકરા તારી દસમાની પરીક્ષા આજે પૂરી થઈ ગઈ ?
દીકરી : હા મમ્મી, મારા બધા જ પેપર ખૂબ જ સારા લખાયા છે, 80% ની આસપાસ માર્કસ આવવાની ધારણા છે.
મમ્મી : એતો મને ખબર જ છે કે મારી દીકરી ખૂબ જ હોંશિયાર છે.
(થોડી વાર પછી...)
મમ્મી : સાંભળ... મેં તારા ટ્યુશનના સર સાથે વાત કરી લીધી છે. દસમાના વેેેકેશનના આ સોમવારથી જ તારે 11 સાયન્સ નું ટ્યુશન જોઈન કરવાનું છે, તો સોમવાર સુધીમાં નક્કી કરી લે જે કે તારે ગ્રુપ A ના subjects લેવા છે કે ગ્રુપ B નાં ? મારી તો ઇચ્છા છે કે તું ગ્રુપ B લે અને મોટી ડોક્ટર બને.
દીકરી : પણ મમ્મી, મારેેે સાયન્સ નથી લેવું.
મમ્મી : (જોરથી) તો તારે શું કરવુંં છે ?
દીકરી : મારેે કોમર્સ લેવુંં છે.
મમ્મી : આપણા આખા કુટુંબ મા તારા પપ્પા સિવાય કોઈએ પણ કોમર્સ લીધું નથી. જો તારા મોટા પપ્પા ડોક્ટર ની પ્રેક્ટિસ કરે છે, તારા મોટા ભાઈએ હમણાં જ સિવિલ એન્જિનિયરિંગ પૂરું કર્યું અનેે મોટી દીદી ડેન્ટિસ્ટનું ભણે છે. અને તારા પપ્પાએ બી.કોમ ની ડીગ્રી લઈનેેેે શું ઉકાળ્યું છે તે તો તું જાણે જ છે અને તારે કોમર્સ લેવું છે ?
(દીકરી ગુમસુમ બની જાય છે, કોઈ કાંઈ બોલતું નથી. એટલી વારમાં પપ્પા બહારથી આવે છે. )
પપ્પા : કેેમ બધા ચૂપચાપ બેેેઠા છો ?
મમ્મી : આ જુઓ ને, તમારી લાડકી ને કોમર્સ લેવું છે.
પપ્પા : તો એમાં તને વાંધો શું છે ?
મમ્મી : કોમર્સ લઈને બારમા ધોરણ પછી આખરે તો બી.કોમ જ કરવાનું ને, શું કામ માં આવે આ બી.કોમ ની ડીગ્રી ? લગ્નની કંકોત્રીમાંં નામની પાછળ લખવા પૂરતી જ તમે આ ડીગ્રી ને કામમાં લીધી હતી ને.
પપ્પા : તો તું ભુલે છે, કોમર્સ પ્રવાહમાં ધોરણ 12 પછી બી.કોમ સિવાય ઘણા બધા સારા કોર્સીસ ઉપલબ્ધ છે જેમકે,
MCA ઇન ઇન્ફર્મેશન ટેકનોલોજી એન્ડ કમ્પ્યુટર એપ્લિકેશનનો કોર્સ, B.C.A (બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેશન) નો કોર્સ, B.B.A.નો કોર્સ, C.A. (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ) નો CPT કોર્સ, C.S.(કંપની સેક્રેટરી) નો ફાઉન્ડેશન કોર્સ, કોસ્ટ એકાઉન્ટન્ટનો ફાઉન્ડેશન કોર્સ, C.F.A.(ચાર્ટર્ડ ફાયનાન્સિયલ એનાલિસ્ટ)નો કોર્સ, હોટલ મેનેજમેન્ટનો કોર્સ, BFA(બેચલર ઓફ ફાઇન આર્ટ) નો કોર્સ, B.S.W.(બેચલર ઓફ સોશ્યલ વર્ક) નો કોર્સ, B.R.S (બેચલર ઓફ રૂલ્સ સ્ટડીઝ) નો કોર્સ, હોમ સાયન્સનો બેચલર ડીગ્રી કોર્સ, જનરલ નર્સિગનો કોર્સ, આયુર્વેદિક નર્સિગનો કોર્સ, ઇન્ટિરીયર ડિઝાઇનનો બેચલર ડિગ્રી કોર્સ, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીનો LLB ઇન્ટીગ્રેટેડ કોર્સ, પ્રાયમરી ટીચર બનવા P.T.C. નો કોર્સ, પ્રાથમિક શાળામાં ડ્રોઇંગ ટીચર બનવા આર્ટ ટીચર ડિપ્લોમાનો કોર્સ, કોમ્યુનિકેશન અને જર્નાલિઝમ નો કોર્સ, એડવર્ટાઇઝીંગ અને મલ્ટી મીડિયા નો કોર્સ, હોસ્પિટલ અને હેલ્થ મેનેજમેન્ટ , બેન્કિંગ અને ઇન્સ્યોરન્સ, એજ્યુકેશન અને રીસર્ચ, અને....

મમ્મી :(અધવચ્ચે જ અટકાવીને) બસ....સ , મારે કંઈ જ સાંભળવું નથી. મારે મારી દીકરી ને સાયન્સ માં જ ભણાવવી છે.
પપ્પા : અને મારે મારી દીકરીને જેમાં ઇન્ટરેસ્ટ હોય તેમાં.
(નાનો ભાઈ બેઠો બેઠો બધું જ સાંભળતો હોય છે તે કંઇક કહેવા જાય છે.)
ભાઈ : પપ્પા મમ્મી મારી પાસે એક સોલ્યુશન છે, આપણે એક કામ કરીએ સાયન્સ અને કોમર્સ લખેલી એક એક ચિઠ્ઠી બનાવીને ઉલાળીએ, તેમાંથી દીદી એક ચિઠ્ઠી ઉપાડશે, જો તે ચિઠ્ઠીમાં સાયન્સ લખેલું નીકળશે તો દીદી એ સાયન્સ લેવાનું અને કોમર્સ લખેલું નીકળે તો દીદી એ કોમર્સ લેવાનું ઓ.કે. ?
(પપ્પા-મમ્મી દીકરી ની સામે જુએ છે.)
દીકરી : (નીચું જોઈને) પપ્પા મમ્મી તમે જે નિર્ણય કરશો તે મને કબૂલ હશે.
પપ્પા : (કંંઈક વિચારીને) તરત જ ખિસ્સામાંથી ડાયરી કાઢીને બે પાના ફાડી બે ચિઠ્ઠી બનાવીને ચિઠ્ઠી ઉલાળે છે. દીકરી એક ચિઠ્ઠી ઉપાડીને ખોલીને વાંચે છે "કોમર્સ".
(એટલામાં રસોડામાંથી વાસણ પડવાનો અવાજ આવેે છે, મમ્મી રસોડામાં જાય છે, ઘડિયાળમાં ત્રણ વાગ્યાનો સમય થઈ જાય છે, પપ્પા એની શોપ પર જવા નીકળે છે, દીકરી બીજી ચિઠ્ઠી ખોલીને વાંચેે છે તેમાં પણ "કોમર્સ" જ લખેલું હોય છે. અને તેની આંખમાંથી આંસુ નું એક ટીપુ સરી પડે છે અને મનોમન કંંઇક કરી બતાવવાનો નિર્ધાર કરે છે.)
(પડદો પડે છે અને...)
દીકરી ની રીયલ લાઈફ શરૂ થાય છે.
[તા.ક. ધો.૧૨ કોમર્સ પછી ઉપલબ્ધ કોર્સ ની માહિતીને ગૂગલ સર્ચ ના પરિણામોને આધારે મેળવવામાં આવી છે.]
- સુધીર જે. ભાયાણી

No comments:
Post a Comment