ચાલ જીવી લઈએ
ગયા હતા કાલે અમે ફીલ્લમ જોવા,"ચાલ જીવી લઈએ."
તો ચાલ ને આજે જ હવે ,
જરા જાગી જઈએ.
ભાગ-દોડ ની આ દુનિયામાંથી થોડો સમય ચોરી ને,
મમ્મી-પપ્પા સાથે બે ઘડી બેસી જોઈએ.
પબજી ની ગેમ છોડી ને,
બાળકો સાથે રમત રમી લઈએ.
ફેસબુક ની લાઈકો👍 ગણવી છોડી ને,
તેને શાબાશી આપી જોઈએ.
વોટ્સએપ મા ફાલતું ચેટીગ છોડી ને જરા,
ઘરવાળી સાથે ડુમસ ફરી આવીએ.
સોશ્યલ મીડિયામાં થી બહાર આવી ને,
સગાં સંબંધીઓને મળી આવીએ.
સર્ચ કરી ફેસબુક મા જરા,
જુના મિત્રો ને શોધી લઈએ.
ફરીયાદો ને છોડી ને,
જુની યાદો ને ફરી થી યાદ કરી લઈએ.
બધાય મતભેદો ને ભૂલી ને,
સેલ્ફી માં બધાય ને સમાવી લઈએ.
આવી છે આજે હોળી,
કોરા જીવન માં રંગોને ભરી લઈએ.
આવી લાઈફ ફરી મળી ન-મળી હવે ,
હવે આજથી જ જીંદગી મજાની જીવી લઈએ.
રચના : *સુધીર જે.ભાયાણી*
પ્રેરણા : હોળી ના દીવસે રાત્રે મિત્ર *ભગવાન* સાથે ફેમેલી સહિત લાસ્ટ શો માં "ચાલ જીવી લઈએ" પીકચર જોયું , બીજા દિવસે સવારે ઉઠવામાં મોડું થયું અને મનમાં થયું ભલે હોય રજા આજે,પણ હવે તો જરા જાગી જઈએ અને એક જ બેઠકે આ રચનાનું સર્જન થયું .
Please visit :
sudhirbhayani.blogspot.com
No comments:
Post a Comment