Sunday 20 September 2020

ખબર જ ન હતી

ખબર જ ન હતી

પાંજરે પુરેલા પોપટ ને જોઈ મલકાતો આ જીવ,
આમ અચાનક જ ઘરમાં પુરાઈ જશે એ ખબર જ ન હતી.

રોજ થતી આપણી આ મુલાકાતો એક દીવસ,
આમ અચાનક જ બંધ થઈ જશે એ ખબર જ ન હતી.

ધુમાડો ઓકી રેસમાં ઉતરતા વાહનોનાં આ પૈંડા,
આમ અચાનક જ થંભી જશે એ ખબર જ ન હતી.

માનવ કોલાહલો માં દબાયેલ પક્ષીઓ નું આ કલરવ,
વાતાવરણ માં આમ અચાનક જ ગુંજતું થઈ જશે એ ખબર જ ન હતી.

બરફના ઠંડા ગોળા ખાવાની આ સીઝનમાં,
આમ અચાનક જ ઉકાળા ગરમ પીવાં પડશે એ ખબર જ ન હતી.

પુસ્તક મેળા માથી ભેગાં કરેલ, વણ વંચાયેલ પુસ્તકો નો આ ખડકલો,
આમ અચાનક જ વંચાય જશે એ ખબર જ ન હતી.


કલાકો સુધી મને પોતાનો કરી લેતો આ મોબાઇલ પડી જવાથી,
આમ અચાનક જ સાથ મારો છોડી દેશે તે ખબર જ ન હતી.


એક એક દીવસ ગણી ને પસાર કરાતું આ લોક ડાઉન,
આમ અચાનક જ લંબાતું જશે એ ખબર જ ન હતી.
- સુધીર જે. ભાયાણી (30/04/2020)

Thursday 21 March 2019

ચાલ જીવી લઈએ

ચાલ જીવી લઈએ

ગયા હતા કાલે અમે ફીલ્લમ જોવા,
                                           "ચાલ જીવી લઈએ."
તો ચાલ ને આજે જ હવે ,
                                            જરા જાગી જઈએ.
ભાગ-દોડ ની આ દુનિયામાંથી થોડો સમય ચોરી ને,
                 મમ્મી-પપ્પા સાથે બે ઘડી બેસી જોઈએ.
પબજી ની ગેમ છોડી ને,
                            બાળકો સાથે રમત રમી લઈએ.
ફેસબુક ની લાઈકો👍 ગણવી છોડી ને,
                         તેને શાબાશી આપી જોઈએ.
વોટ્સએપ મા ફાલતું ચેટીગ છોડી ને જરા,
            ઘરવાળી સાથે  ડુમસ  ફરી આવીએ.
સોશ્યલ મીડિયામાં થી બહાર આવી ને,
                         સગાં સંબંધીઓને મળી આવીએ.
સર્ચ કરી  ફેસબુક મા જરા,
                                  જુના મિત્રો ને શોધી લઈએ.
ફરીયાદો ને છોડી ને,
                    જુની યાદો ને ફરી થી યાદ કરી લઈએ.
બધાય મતભેદો ને ભૂલી ને,
                     સેલ્ફી માં બધાય ને સમાવી લઈએ.
આવી છે આજે હોળી,
                        કોરા જીવન માં રંગોને ભરી લઈએ.
આવી લાઈફ  ફરી મળી ન-મળી હવે ,
       હવે આજથી જ જીંદગી મજાની જીવી લઈએ.

રચના : *સુધીર જે.ભાયાણી*

પ્રેરણા : હોળી ના દીવસે રાત્રે મિત્ર *ભગવાન* સાથે ફેમેલી સહિત લાસ્ટ શો માં "ચાલ જીવી લઈએ" પીકચર જોયું , બીજા દિવસે સવારે ઉઠવામાં  મોડું થયું અને મનમાં થયું ભલે હોય રજા આજે,પણ હવે તો જરા જાગી જઈએ અને એક જ બેઠકે આ રચનાનું સર્જન થયું ‌.

Please visit :
sudhirbhayani.blogspot.com

Wednesday 20 March 2019

Don't Forget to Take Care of Teeth

Don't Forget to Take Care of Teeth

ભુલો ભલે જીમ જવાનું ,
       પણ દાંત ની સંભાળ લેવાનું ભુલશો નહીં...
ભુલો ભલે પાન માવા ખાવાનું પણ,
       કોગળા કરવાનુ ચૂકશો નહીં...
છે કુદરત ની અણમોલ ભેટ એ,
       તુચ્છ ગણી તેને અવગણશો નહીં...
હોય કે ન હોય દુઃખાવો પણ,
        ચેક અપ કરાવવાનું વિસરશો નહિં...
સસ્તી નથી સારવાર એની,
        મૂલ્ય ઓછું એનું આંકશો નહીં.
સાચા સાથી છે ઘડપણના એ તમારા,
        સાથ એનો છૂટવા દેશો નહીં....
*રચના* : *સુધીર જે. ભાયાણી*
*પ્રેરણા* : કુદરતે આપેલ અણમોલ ભેટ પ્રત્યે દાખવેલ બેદરકારી અને ભોગવેલ પરીણામ.
🎤 *રાગ* :  *ભુલો ભલે બીજું બધું બધુ,*
               *પણ મા-બાપને ભુલશો નહીં..*
 *અર્પણ* : મારી ભત્રીજી *પલક જે. ભાયાણી* ને ,જે હાલ ડેન્ટલ કોલેજમાં ત્રીજા વર્ષે માં અભ્યાસ કરી રહી છે તેને, તથા
મારો ભત્રીજો *હર્ષ જે. ભાયાણી* ને જેણે હમણાં બે દીવસ પહેલાં જ જીમ જોઈન કર્યું અને રચના ની પહેલી પંક્તિનો ગણગણાટ દીમાગ માં થવા લાગ્યો .
*તા.ક.* રચના ની પંક્તિઓ ને આગળ વધારવા માટે આપ *સહુ મિત્રો* તરફથી સૂચનો આવકાર્ય છે.
Please visit : sudhirbhayani.blogspot.com

Sunday 29 July 2018

ઘરવાળી નાં નામ ની હો વીંટી છે હાથમાં ‌‌ 💍

*ઘરવાળી નાં નામ ની હો વીંટી 💍*
```````````````````````````````````````
ઘરવાળી નાં નામ ની હો વીંટી છે હાથમાં
ઘરવાળી નાં નામ ની હો વીંટી છે હાથમાં...

મોડું ઉઠાય નહીં, ને ફંદા કરાય નહીં,
જે હોય તે ખાઈ લેવાય હો, વીંટી છે હાથમાં...
                              -ઘરવાળી નાં નામ ની 
એકલા ફરાય નહીં, ને મોડું અવાય નહીં,
મિત્રો સાથે પાર્ટી કરાય નહીં હો, વીંટી છે હાથમાં...
‌                             -ઘરવાળી નાં નામની 
માવા ખવાય નહીં, ને મોબાઈલ ઘુમડાય નહીં,
એને રીમોટ દઇ દેવાય હો, વીંટી છે હાથમાં...
                                -ઘરવાળી નાં નામ ની હો વીંટી છે હાથમાં...

રચના : સુધીર ભાયાણી
પ્રેરણા : તમે જાતે સમજી જાવ

👆🏻🎤રાગ : ગુરુજી ના નામની હો માળા છે ડોકમાં

તા.ક. રચના ની પંક્તિઓ ને આગળ વધારવા માટે પરણેલા મિત્રો તરફથી સૂચનો આવકાર્ય છે.

Thursday 15 December 2016